Friday, 21 March 2014

HEALTHY TIPS : ALOE VERA

HEALTHY TIPS : ALOE VERA 













 * ALOE VERA ના રસ માં 1 થી 1.1/2 ચમચી લીંબુ નો રસ મેળવીને વાળ માં લગાવવો.1/2 કલાક પછી વાળ  ધોઈ લેવા। ખોડો  દુર થશે.

*તેના થી તાળવા માં ઠંડક થાય છે આ મિશ્રણ માં શેમ્પુ પણ ઉમેરી શકાય છે.વાળ સુવાળા પણ બનશે.

* અલોવેરા ના પલ્પ ને માથા માં બરાબર ઘસી ને લગાવી માથા માં બરાબર લેપ કરવો.ત્યારબાદ પાણી થી માથું ધોઈ લેવું. બરછટ વાળ અતિ ચમકદાર, કાળા અને સુવાળા બનશે. તથા ઝડપ થી વૃદ્ધિ પામશે, વાળ ખરતા અટકશે.

*વાળ માં એલોવેરા ના પલ્પ ની માલીશ કરવા થી તેનો રસ તીવ્ર ઝડપ થી સ્કીન માં ઊંડે સુધી ઉતરે છે અને વાળના મૂળ ને મજબુત બનાવે છે અને સુરક્ષા આપે છે.

* એલોવેરા ના શેમ્પુ થી નિયમિત  માથુ ધોવાથી આછા બ્રાઉન કલર ના નબળા વાળ ને નવી જીવન શક્તિ મળે છે તથા એનો કાયા કલ્પ  થઇ જાય છે.

* અલોવેરા ના પલ્પ નો  મિક્સર માં રસ કાઢી,તેમાં તેટલા જ પ્રમાણ માં આમળા નો રસ મિક્સ કરી તેમાં 100 ગ્રામ તલ નું તેલ અથવા કોપરેલ તેલ ઉમેરી ઉકાળવું.પાણી બળી જાય અને તેલ બાકી રહે એટલે ઉતારીને ઠંડું પાડવું। આ તેલ વાળ માટે ઉત્તમ છે.

*શિકાકાઈ નો અર્ક અને અલોવેરા નો પલ્પ મિક્સ કરી શેમ્પુ બનાવો. તે વાપરવા થી વાળ ને પોષણ મળે છે.વાળ સુવાળા, અને શાઈની બનશે.


* અલોવેરા રસ 1 સ્પુન અને શેમ્પુ 2 સ્પુન ની માત્રા  માં લઇ વાળ માં સારી રીતે લગાવી પાણી થી સારી રીતે ધોઈ લો. વાળ સુવાળા અને ચમકદાર અને માથાની સ્કીન એકદમ ક્લીન થશે. 

No comments:

Post a Comment