Saturday, 15 March 2014

HEALTHY TIPS : ALOE VERA

HEALTHY TIPS : ALOE VERA


1. માથાની  ત્વચા  પર અલોવેરા નો પલ્પ અથવા રસ રોજ લગાવવાથી ત્વચા તંદુરસ્ત, સુવાળી તથા ચમકતી બને છે.

2. તાલ  પર વાળ પણ ઉગી જવાની સમભાવના છે.

3. માથા માં ખોડો, લીખ, સોરાયસીસ, ગરમી, ખંજવાળ, જીણી ફોડકીઓ વગેરે તકલીફ હોય તો અલોવેરા ના પલ્પ માં લીમડા ના પાન વતી ને ક લીમડા નો રસ મેળવી ને વાળ માં -ત્વચા પર  લેપ કરવો. 

બે કલાક પછી વાળ માથું ધોઈ નાખવા,ત્વચા સ્વચ્છ અને રોગ રહિત બનશે. વાળ લીસા, સુવાળા તથા સુંદર બનશે. 

4. અલોવેરા વાળ માટે શ્રેષ્ઠ કન્ડીશનર છે. 
 વાળ સુકા, ઝાંખા પડી ગયેલા અને બરછટ  હોય તો અલોવેરા નો  
  પલ્પ વાળ ના મૂળ માં તથા વાળ પર લગાવવો.
1/2 કલાક પછી વાળ માથું બરાબર ધોઈ લેવા.
વાળ સુવાળ બનશે અને ખરતા અટકશે.

5. શેમ્પુ નો ઉપયોગ કર્યા પછી કન્ડીશનર તરીક અલોવેરા નો પલ્પ ઉત્તમ છે. 
વાળ ભીના હોય ત્યારે તેલ ની જેમ વાળ ના મૂળ સુધી મસાજ કરવું.
વાળ ચમકતા, સુવાળા, લીસા તથા મજબુત બનશે.

6. 10 મિલી ગ્રામ અલોવેરા પલ્પ લેવો, સીતાફળ ના 4 બીજ લેવા. બીજ નું બારીક ચૂર્ણ કરી પલ્પ સાથે બરાબર મેળવવું, માથામાં જ્યાં ખોડો હોય ત્યાં સહેજ ઘસીને લગાવવું.
આખી રાત રહેવા દેવું. સવારે હુફાળા પાણી થી માથું ધોઈ નાખવું. 
2-4 વખત ના આ ઉપચાર થી ખોડા ની તકલીફ દુર થઇ જશે.



હવે પછી વધારે ટીપ્સ સાથે। .............

No comments:

Post a Comment