Saturday, 23 November 2013

HEALTHY WINTER VEG: METHI-RINGAN NU SHAK.


HEALTHY WINTER VEG: METHI-RINGAN NU SHAK.

4 રીંગણ ના નાના પીસ 

1 વાટકી મેથી ની ભાજી સમારેલી

2 ટે સ્પુન લીલી ડુંગળી, 1 ટે સ્પુન લીલું લસણ જીણું  કાપેલું 

1 લીલું મરચું જીણું  કાપેલું 

1 ટે સ્પુન ગોળ 

1 ટે સ્પુન કાશ્મીરી મરચું 

1.1/2 ટે સ્પુન ધાણાજીરું 

1 ટે સ્પુન ચણા નો શેકેલો લોટ 

હળદર -મીઠું જરૂર મુજબ 1/2 લીંબુ નો રસ 

1/2 ટી સ્પુન ગરમ મસાલો 

4 ટે સ્પુન વઘાર માટે તેલ 

1/2 ટે સ્પુન જીરું 

1/2 ટી સ્પુન હિંગ 

3નંગ બાદીયાન ની પાંખડી 

1 તજ પત્તું 

ગાર્નીશીંગ માટે થોડી કોથમરી 
 રીત: કુકર માં તેલ મૂકી વઘાર ની સામગ્રી થી વઘાર કરો. પીંચ હળદર મૂકી તેમાં લીલી ડુંગળી-લીલું લસણ, લીલું મરચું, ટમેટા સાંતળો. ત્યાર બાદ મેથી તેમાં ઉમેરી બરાબર સાંતળો.- નહીતો શાક કડવું લાગશે
ત્યાર બાદ રીંગણ ના પીસ ઉમેરી બાકીના બધાં મસાલા નાખી મિક્ષ કરો. 
જરા મસાલા સંતળાય એટલે ઉપરથી ચણાનો લોટ સ્પ્રીન્ક્લ કરો.
હલાવશો નહી.1/2 વાટકો પાણી ઉમેરી, ઢાંકણ બંધ કરી મીડીયમ તાપે ત્રણ સીટી વગાડો. 
શાક બની જાય પછી તેમાં ગરમ મસાલો અને લીંબુ નો રસ મિક્ષ કરો.
સર્વિંગ બાઉલ માં સર્વ કરતી વખતે કોથમરી થી ગાર્નીશ કરો.
ઉપરથી થોડું માખણ મુકો. 

        

No comments:

Post a Comment