HEALTHY SWEET RECIPE: HONEY SHAKKRPARA
હની શક્કરપારા
20 ગ્રામ્સ દળેલી ખાંડ
20 ગ્રામ્સ ઘી
100 ગ્રામ્સ મેંદો
પીન્ચ મીઠું
મધ (હની) જરૂર મુજબ
રીત:
મેંદા માં ખાંડ - ઘી- મીઠું મિક્ષ કરી, પાણી વડે ભાખરી થી સહેજ ઢીલો લોટ બાંધો.
તેમાંથી બે મોટા લુવા બનાવો.
મોટી ભાખરી વણી તેના પર શક્કરપારા ની વ્હીલ વાળીચમચી વડે આંકા પાડી, શક્કરપારા તેલ માં તળી લો.
મધ માં થોડું પાણી ઉમેરી, ગરમ કરી, તેમાં વેનીલા એસેન્સ કે રોઝ એસેન્સ મિક્ષ કરો. ઠરે એટલે ઘટ્ટ થશે.
ત્યાર બાદ તળેલાં શક્કરપારા પહોળી ડીશ માં મૂકી, ઠરવા દો. બધા શક્કરપારા પર કવર થાય તે રીતે મધ રેડવું.
ઉપર નીચે કરી -હલાવી ઉપયોગ માં લેવા.
મધ વગર સાદા પણ ખાઈ શકાય છે.
No comments:
Post a Comment