1 કપ રોસ્ટેડ ઓટ્સ
3/4 કપ મિક્સ વેજ. -ગાજર છીણેલા,ફણસી બારીક કાપેલી, બાફેલા વટાણા
3/4 કપ પાણી
1 નંગ ડુંગળી જીણી સમારેલી
1 ટી સ્પુન છીણેલું આદુ
2 ટે સ્પુન કાપેલા મરચા
1/2 ટી સ્પુન લીંબુ રસ
1ચમચી જીણી સુધરેલી કોથમરી
મીઠું જરૂર મુજબ
પીંચ હળદર
પીંચ હિંગ
વઘાર માટે:
2 ટે સ્પુન તલ નું તેલ
6-7 કરી પત્તા
1/2 ટે સ્પુન રાઈ
1/2 તે સ્પુન જીરું
1ટી સ્પુન અડદદાલ, 1ટી સ્પુન ચણાદાળ
રીત:
નોનસ્ટીક પેન માં ઓટ્સ ને ડ્રાય રોસ્ટ કરો.
પેન માં તેલ મૂકી તેમાં હિંગ, કરી પત્તા, રાઈ, જીરું ઉમરી તતડે એટલે તેમાં બન્ને દાળ ઉમેરી સોનેરી સાંતળો
ડુંગળી ઉમેરી સાંતળો
ત્યાર બાદ તેમાં વેજીટેબલ,લીલું મરચું, આદું, હળદર અને મીઠું ઉમેરી મિક્સ કરી જરા સાંતળો
તેમાં રોસ્ટ કરેલા ઓટ્સ અને પાણી ઉમેરી ઢાંકી દો. બરાબર સીજી જાય એટલે તેમાં લીંબુ રસ ઉમેરી હલાવી લો.
કોથમરી થી ગાર્નીશ કરી સવાર ના નાસ્તા માટે સર્વ કરો.
No comments:
Post a Comment