Monday, 30 December 2013

HEALTHY SPICY RECIPE : ઘોઘા ની સ્પેશિઅલ ચટણી



HEALTHY SPICY RECIPE : ઘોઘા ની સ્પેશિઅલ ચટણી

* રેડ ચીલી - ગાર્લિક ચટણી :

1 કિલો લાલ ફ્રેશ મરચા

200 ગ્રામ લીલું લસણ

300ગ્રામ ગોળ ખમણેલો

100 ગ્રામ આદુ નું ખમણ

3 લીંબુ નો રસ

200 ગ્રામ કોથમરી

મીઠું સ્વાદ મુજબ

* મરચા ધોઈ ને ઉભા કાપો.
તેમાંથી તેના બી અને સફેદ ભાગ કાઢી નાખો.
ત્યાર બાદ મરચા ને અધકચરા પીસી લો.
એક બાઉલ માં ભરીને થોડીવાર રહેવા દો.
તેમાંથી મરચાનો રસ નીકળે તેને પાતળા કાપડ માં ભરી નીતારી લો.
*
હવે જીણું સમારેલું લસણ, આદુ નું ખમણ અને મીઠું મિક્ષ કરી પેસ્ટ બનાવો.
હવે તેમાં ખમણેલો ગોળ ઉમેરી થોડું પીસી મિક્સ કરો.
*
કોથમરી ધોઈ ને, કોરી કરીને, એકદમ બારીક સમારો. ( અધકચરી પીસેલી હોઈ તેવી )
*
હવે પીસેલા મરચા, લસણ-આદુ-ગોળ ની પેસ્ટ અને લીંબુ રસ અધકચરી  સમારેલી કોથમરી મિક્ષ કરો.
બરાબર મિક્ષ કરી લચકા પડતી ચટણી બનાવો.
*
આ ચટણી ને બાજરી ના રોટલા, વરાલીયું (વેજીટેબલ સૂપ ) તથા ટામેટા કોફતા સાથે સર્વ કરો.
*
GHOGHA'S SPECIAL CHUTNEY IS VERY DELICIOUS CHUTNEY.
YOU  MAKES ONCE, THEN ALWAYS  FOR YOU.

1 comment: