Sunday, 15 December 2013

HEALTHY SPICY RECIPE : FARALI -SWEET POTATO VEG.


HEALTHY SPICY RECIPE : FARALI -SWEET POTATO VEG.



*

ફરાળી - શક્કરીયા વેજ.

3 શક્કરીયા -બાફી ને સમારેલા

2 ટામેટા -નાના પીસ કરેલા

2 નંગ મરચા - જીણા સમારેલા

3-4 ચમચી શીંગ નો અધકચરો ભૂકો

1/2 ચમચી ધાણા પાવડર

1/2 ચમચી જીરું પાવડર

1/2 ચમચી મરી પાવડર

1/2 ચમચી લાલ મરચું પાવડર

1/2 ચમચી હળદર (ઓપ્સનલ)

1/2 ચમચી ગરમ મસાલો

1 ચમચી લીંબુ રસ

1/2 વાટકો મોળું દહીં

મીઠું જરૂર મુજબ

કોથમરી જીણી સમારેલી

વઘાર માટે:

2-3 ચમચી દેશી ઘી

1 ટી સ્પુન જીરું

7-8 લીમડા ના પાન

2 ચમચી કાજુ ના પીસ

10 -12 કીસમીસ

3 લવિંગ

2-3 તજ ના નાના પીસ

3-4 આખા મરી

2 લીલા મરચા ના ઉભા બે-બે પીસ

રીત :
જાડા પેન માં વઘાર માટે નું ઘી મુકો.
તેમાં વઘાર માટે ની બધી સામગ્રી ઉમેરી, વઘાર સાંતળો.
ત્યાર બાદ તેમાં ટમેટા ઉમેરી ચડવા દો.
તેમાં હળદર, લાલ મરચું, લીલા મરચા ના પીસ સહિત બધા જ મસાલા ઉમેરી હલાવો.
ત્યાર બાદ તેમાં શીંગ નો ભૂકો ઉમેરી સાંતળો.
તેમાં દહીં ઉમેરી બરાબર મિક્ષ કરો.
તેમાં શક્કરીયાના પીસ ઉમેરી જરૂર મુજબ મીઠું ઉમેરો
લીંબુ રસ ઉમેરી મિક્ષ કરી, 2 મિનીટ ધીમી ફ્લેમ પર રાખી ચડવા દો.
સર્વિંગ બાઉલ માં કાઢી કોથમરી થી ગાર્નિશ કરી, રાજગરા ની પૂરી સાથે સર્વ કરો.

No comments:

Post a Comment