HEALTHY RECIPE: FARALI QUICK VEG.
*
200 ગ્રામ દૂધી-નાનાપીસ કાપેલી
1 નંગ શક્કરિયું નાનાપીસ કાપેલું
50 ગ્રામ સૂરણ નાનાપીસ કાપેલું
2 ટામેટા ના નાના પીસ
2 મરચા જીણા સમારેલા
1 નાનો પીસ આદુ છીણેલું
2 ચમચી જીણી કાપેલી કોથમરી
3 ટે સ્પુ મોરિયો -15 મિનીટ પલાળેલો-પાણીમાં
3 શિન્ગ નો અધ કચરો ભૂકો
મીઠું જરૂર મુજબ, મરી પાવડર -પીંચ
1/2 ટી સ્પુ. તજ પાવડર
વઘાર માટે:
1 ટી સ્પુ. જીરું
2 લવિંગ, 1 તજ પત્તું, 1 બાદીયા નું ફૂલ
7-8 લીમડા ના પાન
2 ટે સ્પુ. ઘી
રીત:
કુકર માં વઘાર માટેનું ઘી મૂકી ગરમ કરો.વઘાર માટેની બધી સામગ્રી એડ કરી જરા શેકાવા દો.
ત્યાર બાદ શાકભાજી સહિત ની બધી સામગ્રી એક સાથે ઉમેરી મિક્ષ કરો. સ્વાદ મુજબ મીઠું ઉમેરી હલાવી તેમાં જરૂર મુજબ નું પાણી ઉમેરી, હલાવી, ઢાંકણ બંધ કરી, ચાર સીટી થવા દો.
કુકર ઠરે એટલે તેમાંથી ફરાળી વેજ. સર્વિંગ બાઉલ માં કાઢી, કોથમરી થી ગાર્નીશ કરી, ગરમ - ગરમ સર્વ કરો.
No comments:
Post a Comment