Friday, 1 November 2013

HEALTHY SWEET AND QUICK RECIPE: THABADI.

HEALTHY SWEET AND QUICK RECIPE :  

 થાબડી(કીટું -બગરું  ની).

250 ગ્રામ્સ બગરું
(દૂધ ની મલાઈ માંથી ઘી બનાવ્યા બાદ, ઘી ગાળ્યા પછી ગળણીમાં બાકી રહેતું બગરું).

2 ટે. સ્પુન જીણી ખાંડ

4 ટે સ્પુન હુંફાળું  દૂધ

1 ટે સ્પુન કાજુ-પીસ્તા ની કતરણ

1/2 ટી સ્પુન એલચી પાવડર

રીત:
સૌ પ્રથમ ઘી નું બગરું અધકચરું ગ્રાઈન્ડ કરી લેવું.
જાડા બોટમ વાળા પેન માં દુધ ગરમ કરી તેમાં ખાંડ અને બગરું  ઉમેરી મિક્ષ કરી ધીમો તાપ રાખી હલાવો.   બગરું લચકા પડતું થવા માંડે એટલે તેમાં એલચી પાવડર તથા થોડી ડ્રાય ફ્રુટ કતરણ ઉમેરી મિક્ષ કરી હલાવો.
થાબડી જેવો કલર થઈ જાય ત્યાં સુધી હલાવો. ગેસ બંધ કરો.
તેને બાકીની ડ્રાય ફ્રુટ કતરણ થી ગાર્નીશ  કરી સર્વ કરો.
અથવા પેડાં વાળી ગર્નીશ કરી ઠંડા કે ગરમ સર્વ કરો.                    

No comments:

Post a Comment