Wednesday, 27 November 2013

HEALTHY SPICY :METHI KHAKHRA

HEALTHY SPICY :METHI KHAKHRA

1 કપ ઘઉં નો લોટ

1/4 કપ લીલી મેથીની ભાજી બારીક સમારેલી

2 ટે સ્પુન તેલ

1/2 ચીલી પેસ્ટ

પીંચ હળદર

જરૂર મુજબ મીઠું

1/2 ટી સ્પુન તેલ

 3 ટે સ્પુન ઘી
રીત:
સૌ પ્રથમ મેથી લો, તેમાં તેલ, મીઠું, ચીલી પેસ્ટ  મિક્ષ કરો
ત્યાર બાદ તેમાં લોટ, હળદર મિક્ષ કરો.
પાણી વડે રોટલી  જેવો લોટ બાંધો.
પાતળા કપડા થી ઢાંકી 20 મિનીટ રેસ્ટ આપો.
20 મિનીટ બાદ બાંધેલા લોટ પર 1/2 સ્પુન તેલ લગાવી, બરાબર મસળી સ્મુધ બનાવો.
8 એકસરખા લુવા કરી, પાતળા ખાખરા વણો.
બબલ થાય ત્યાં સુધી બન્ને બાજુ ધીમા તાપે શેકી લો.
ત્યાર બાદ બન્ને બાજુ ઘી લગાવી લો.
રોટી મેકર માં શેકો.  અથવા ગેસ પર જાળી મૂકી, ઉપર લોઢી મૂકી ધીમા તાપે, કપડાથી-ખાખરા શેકવા ના દટ્ટા થી કે પાઉભાજી સ્મેશર થી દબાવી કડક ખાખરા શેકો.
ઘી અને ચાટ મસાલો સ્પ્રીન્ક્લ કરી, જામ, સોસ, ગ્રીન ચટણી અથવા સ્પાઈસી અથાણાં સાથે સર્વ કરો.       

No comments:

Post a Comment