HEALTHY SWEET RECIPE- ફરાળી- રાજગરાની ધાણી નો દૂધપાક
3 ટે સ્પુન સાબુદાણા-સુકા
3 ટે સ્પુન રાજગરા ધાની
3 ટે સ્પુન ખાંડ
1 ટે સ્પુન ઘી
300મી.લી. દૂધ
8-10 નંગ પિસ્તાની કતરણ
4-5 નંગ એલચી પાવડર
રીત:
જાડા બોટમ વાળા પેન માં દૂધ ગરમ મુકો.
દૂધ ગરમ થાય એટલે તેમાં 1થી દોઢ કલાક પાણીમાં પલાળીને નીતારેલા સાબુદાણા નાખો.
સાબુદાણા પાકી જાય એટલે દૂધ માં ઉપર આવી જશે.પાણી કલર ના થઈ જશે
ત્યાર બાદ તેમાં રાજગરાની ધાણી ઉમેરી ઉકાળો.
બરાબર ઉકળી ને દૂધ પાક જેવું ઘટ્ટ થઈ જાય એટલે તેમાં ખાંડ ઉમેરી ફરી થોડું ઉકાળો.
સર્વિંગ બાઉલ માં ટ્રાન્સફર કરી દૂધપાક માં એલચી પાવડર મિક્ષ કરો.
ઉપરથી પિસ્તાની કતરણ થી ગાર્નિશ કરો.
રાજગરા ની ધાણી હોવાથી થોડી બર્ન્ટ ફ્લેવર આવશે.
No comments:
Post a Comment