Monday, 18 November 2013

HEALTHY SWEET RECIPE- MIX CHIKKI-શીંગ-કોપરું -તલ મિક્ષ ચીકી

HEALTHY SWEET RECIPE- MIX CHIKKI

શીંગ-કોપરું -તલ મિક્ષ ચીકી

100ગ્રામ્સ શિન્ગદાના -શેકીને અધકચરા કરેલા

1ટે સ્પુન તલ શેકેલા

1ટે સ્પુન કોપરાનું ખમણ -થોડું શેકેલું

125ગ્રામ્સ ગોળ

રીત:
જાડા  બોટમ વાળા લોયા માં અથવા નોનસ્ટીક પેન માં ગોળ ગરમ થવા મુકો.
પાઈ બનાવો, પાઈ હલાવતા રહો.
વાટકા માં પાણી લઈ, પાઈ માંથી પાણી માં ટીપું પાડી, ચેક કરો કે ટીપું કડક થયું કે નહી.
ટીપું કડક થઈ જામી જાય તો પાઈ ચીકી માટે તૈયાર છે.ટીપું ઢીલું રહે તો પાઈ ફરી થોડી ગરમ કરી ફરી ચેક કરો.
ગેસ બંધ કરી પાઈ માં અધકચરા કરેલા શીંગ દાણા, તલ, કોપરાનું ખમણ મિક્ષ કરો
ચીકી ઢાળવાની  જગ્યાએ તથા વેલણ માં તેલ લગાવવું.
તેલ લગાવેલી જગ્યાએ મિક્ષ ચીકી મૂકી તેને વેલણ થી પાતળી વણો .
ગરમ હોય  ત્યારે જ પીઝા કટર થી ચીકીના સ્ક્વેર  પિસ   કાપો .
ઠરે એટલે એર ટાઈટ ડબ્બામાં ભરો.
જરૂર મુજબ સર્વ કરો.
      

No comments:

Post a Comment