Thursday, 16 January 2014

HEALTHY SPICY RECIPE : કોર્ન ઢોકળા :

HEALTHY SPICY RECIPE :  કોર્ન ઢોકળા :



 કોર્ન ઢોકળા :

1 કપ રવો

1કપ મકાઈ -દાણા:અધકચરા ક્રશ કરેલા

2 ટેબલ સ્પુ. બેસન

2 ટે સ્પુ. ચોખાનો લોટ

પીંચ હિંગ

1 ટે સ્પુ. આદુ-લસણ પેસ્ટ

2 ટે સ્પુ. મરચા ની પેસ્ટ

1.1/2 કપ ખાટી છાશ

1 ટી. સ્પુ ઈનો ફ્રુટ સોલ્ટ

1 સ્પુ તેલ

મીઠું જરૂર મુજબ

રીત :

સૌ પ્રથમ એક મોટા બાઉલ માં રવો, ક્રશ કરેલા મકાઈ ના દાણા, ચણા નો  લોટ અને ચોખાનો લોટ લઈ મિક્ષ કરો.
તેમાં હિંગ, મીઠું ,આદુ-લસણ પેસ્ટ, મરચા પેસ્ટ બરાબર મિક્ષ કરો.
ત્યારબાદ તેમાં ખાટી છાશ ઉમેરી  મિક્ષ કરી બરાબર હલાવી ખીરું  બનાવો.
30 મિનીટ ખીરા ને રેસ્ટ આપો
ખીરા માં 1 ટી. સ્પુ. ઈનો ફ્રુટ સોલ્ટ અને 1 ટે. સ્પુ. તેલ ઉમેરી બરાબર મિક્ષ કરો.
તરત જ ગરમ  ઢોકલીયા માં થાળી મુકવી.

*ઢોકાલીયા માં પાણી ગરમ મુકો.
ઢોકળાની થાળી માં તેલ લગાવી તેમાં 3/4 ઇંચ જેટલું ખીરું પાથરો
ગરમ ઢોકલિયા માં થાળી મૂકી, 10-12 મિનીટ  પકાવો.
થાળી ઢોક્લીયામાંથી બહાર કાઢી જરા વરાળ નીકળે એટલે સ્ક્વેર કાપી લો.
તેના પર લાલ ચટણી ભભરાવો.

*તેલ તથા ફુદીના ચટણી સાથે ગરમ - ગરમ સર્વ કરો.
*ઢોકળા વાઘરી ને પણ સર્વ કરો.

No comments:

Post a Comment