Friday, 29 November 2013

HEALTHY AND QUICK RECIPE - HIGH FIBRE CHUTNEY

HEALTHY AND QUICK RECIPE - HIGH FIBRE CHUTNEY

1/4  CUP MINT LEAVES

3-4 NOS. DATES

1 CUP BOILED-GREEN PEAS

1.1/2 CUP CHOPPED CORIANDER

3-4 LARGE CLOVE GARLIC

2 INCHES PIECE GINGER

 3 - 4 GREEN CHILIES

1.1/2 Tb SPUN LEMON JUICE

SALT TO TEST

3-4 Tb SPUN WATER APPROX.

GRIND ALL THE  INGREDIENTS TOGETHER IN A BLENDER OR GRINDER.
GRIND TO A FINE PASTE, USING WATER TO GET SMOOTH CHUTNEY.
REFRIGERATE IN AIR TIGHT CONTAINER AND USE AS REQUIRED.



Wednesday, 27 November 2013

HEALTHY SPICY :METHI KHAKHRA

HEALTHY SPICY :METHI KHAKHRA

1 કપ ઘઉં નો લોટ

1/4 કપ લીલી મેથીની ભાજી બારીક સમારેલી

2 ટે સ્પુન તેલ

1/2 ચીલી પેસ્ટ

પીંચ હળદર

જરૂર મુજબ મીઠું

1/2 ટી સ્પુન તેલ

 3 ટે સ્પુન ઘી
રીત:
સૌ પ્રથમ મેથી લો, તેમાં તેલ, મીઠું, ચીલી પેસ્ટ  મિક્ષ કરો
ત્યાર બાદ તેમાં લોટ, હળદર મિક્ષ કરો.
પાણી વડે રોટલી  જેવો લોટ બાંધો.
પાતળા કપડા થી ઢાંકી 20 મિનીટ રેસ્ટ આપો.
20 મિનીટ બાદ બાંધેલા લોટ પર 1/2 સ્પુન તેલ લગાવી, બરાબર મસળી સ્મુધ બનાવો.
8 એકસરખા લુવા કરી, પાતળા ખાખરા વણો.
બબલ થાય ત્યાં સુધી બન્ને બાજુ ધીમા તાપે શેકી લો.
ત્યાર બાદ બન્ને બાજુ ઘી લગાવી લો.
રોટી મેકર માં શેકો.  અથવા ગેસ પર જાળી મૂકી, ઉપર લોઢી મૂકી ધીમા તાપે, કપડાથી-ખાખરા શેકવા ના દટ્ટા થી કે પાઉભાજી સ્મેશર થી દબાવી કડક ખાખરા શેકો.
ઘી અને ચાટ મસાલો સ્પ્રીન્ક્લ કરી, જામ, સોસ, ગ્રીન ચટણી અથવા સ્પાઈસી અથાણાં સાથે સર્વ કરો.       

HEALTHY SPICY BITE - MUNGDAL PANIR PKODA

HEALTHY SPICY BITE - MUNGDAL PANIR PKODA


1 બાઉલ મગદાળ 3-4 કલાક પલાળી ને અધકચરી વાટેલી.

 15 થી 20 પનીર ના  નાના પીસ

2  ટે સ્પુન બેસન

1  ટે  સ્પુન આદુ મરચા પેસ્ટ

1  ટે  સ્પુન લસણ પેસ્ટ

3-4  ટે સ્પુન જીણી સમારેલી કોથમરી

1/2  ટી  સ્પુન હિંગ

1/2  ટી સ્પુન આખું જીરું

1  ટી ચાટ મસાલો

મીઠું  જરૂર મુજબ

2  ટે સ્પુન ગરમ તેલ

જરૂર મુજબ તેલ -તળવા માટે

રીત : પનીર સિવાય ની બધી સામગ્રી બાઉલ માં મિક્ષ કરો.
જરૂર મુજબ  થોડી છાશ અથવા પાણી ઉમેરો
ગરમ તેલ ઉમેરી બરાબર મિક્ષ કરી ફીણો
તળવા માટે તેલ ગરમ મુકો
તેલ બરાબર તળવા જેવું થાય એટલે ગેસ મીડીયમ તાપે રાખો.
મગની દાળના ખીરા માં પનીર બોળી ને, તેલ માં તળીને તેના  સોનેરી ગરમાગરમ પકોડા ઉતરો.
ખજુર- આંબલી ની ચટણી સાથે સર્વ કરો.

Monday, 25 November 2013

HEALTHY QUICK DRINK - KHAJUR SHAKE(without sugar)



HEALTHY QUICK DRINK - KHAJUR  SHAKE  (without sugar).

2 ગ્લાસ ફૂલ ફેટ દૂધ

8 પેશી કાળો ખજુર 

8-10 નંગ બદામ (પલાળીને છોડા કાઢેલી)

2 નંગ એલચી અથવા 2 ટે સ્પુન વરીયાળી 

2 ટે સ્પુન મગજતરીના બી 

રીત:
મોટા બાઉલ માં દૂધ લઇ તેમાં ખજુર, બદામ, એલચી અથવા વરીયાળી  અને  મગજતરીના બી ઉમેરો
તેને બ્લેન્ડ કરી શેઈક બનાવો.
ઠંડું અથવા સાધારણ ઠંડું -સર્વિંગ ગ્લાસ માં સર્વ કરો.   


  

Sunday, 24 November 2013

HEALTHY SWEET RECIPE -NEATURAL TEST NANKHATAI (VARIYALI AELCHI)



HEALTHY SWEET RECIPE -NEATURAL TEST NANKHATAI  (VARIYALI AELCHI)

1 કપ ઘી 

1 કપ ખાંડ ગ્રાઈન્ડ કરેલી 

2 કપ મેંદો 

1 ટી સ્પુન બેકિંગ સોડા

1 પીંચ સ્પુન સોડાબાય કાર્બ 

3 ટે સ્પુન વરીયાળી પાવડર (અધકચરી પીસેલી)

7-8 નંગ એલચી પાવડર   (અધકચરી પીસેલી)

થોડી પીસ્તા કતરણ

રીત: 
ઘી અને ખાંડ મિક્ષ કરી, એકદમ ફીણીને વ્હાઈટ ક્રીમ બનાવો 
તેમાં બેકિંગ પાવડર અને સોડાબાયકાર્બ મિક્ષ કરી ફરીથી ફીણો. 
ત્યાર બાદ તેમાં એલચી - વરીયાળી પાવડર મિક્ષ કરી ફીણો.
તેમાં મેંદો ઉમેરી, બરાબર મિક્ષ કરી, લોટ બાંધો
1 કલાક રેસ્ટ આપો 
નાના લુવા બનાવી બેકિંગ ટ્રેમાં ગોઠવો. 
દરેક લુવા પર એક પીસ્તા કતરણ મૂકી સહેજ દબાવી દો. 
પ્રી હીટેડ ઓવન માં 200* સેન્ટીગ્રેડ પર માત્ર 15 મિનીટ બેક કરો. 
હિટીંગ માત્ર ઉપરનું જ રાખો.*

HEALTHY SWEET - WITHOUT GHEE- KHAKHRA BARAFI.



HEALTHY SWEET RECIPE :  WITHOUT GHEE- KHAKHRA BARAFI.



*


1 કપ સાદા ખાખરા નો ભૂકો

3/4 કપ ખાંડ

1 ટી સ્પુન  એલચી પાવડર

1.1/2 ટે સ્પુન અધકચરા ડ્રાય ફ્રુટ

1 ટે સ્પુન પીસ્તા કતરણ

રીત:
 જાડા પેનમાં ખાંડ  ડૂબે તેટલું પાણી લઈ તેમાં ખાંડ ઉમેરી બે તારી ચાસણી બનાવો
તેમાં એલચી નો પાવડર મિક્ષ કરી ગેસ બંધ કરો.
ખાખરા નો ભૂકો ધીમે ધીમે ઉમેરી મિક્ષ કરો.
તેમાં ડ્રાય ફ્રુટ મિક્ષ કરો.
ઘી થીગ્રીસ કરેલી થાળી માં પથરો
ઉપરથી પીસ્તા કતરણ સ્પ્રીન્ક્લ કરી ફરી તેને સહેજ દબાવી લો.
તરતજ પીસ પાડી લો.  
સર્વિંગ ડીશ માં મૂકી મસાલા ખાખરા સાથે સર્વ કરો.  

Saturday, 23 November 2013

HEALTHY WINTER VEG: METHI-RINGAN NU SHAK.


HEALTHY WINTER VEG: METHI-RINGAN NU SHAK.

4 રીંગણ ના નાના પીસ 

1 વાટકી મેથી ની ભાજી સમારેલી

2 ટે સ્પુન લીલી ડુંગળી, 1 ટે સ્પુન લીલું લસણ જીણું  કાપેલું 

1 લીલું મરચું જીણું  કાપેલું 

1 ટે સ્પુન ગોળ 

1 ટે સ્પુન કાશ્મીરી મરચું 

1.1/2 ટે સ્પુન ધાણાજીરું 

1 ટે સ્પુન ચણા નો શેકેલો લોટ 

હળદર -મીઠું જરૂર મુજબ 1/2 લીંબુ નો રસ 

1/2 ટી સ્પુન ગરમ મસાલો 

4 ટે સ્પુન વઘાર માટે તેલ 

1/2 ટે સ્પુન જીરું 

1/2 ટી સ્પુન હિંગ 

3નંગ બાદીયાન ની પાંખડી 

1 તજ પત્તું 

ગાર્નીશીંગ માટે થોડી કોથમરી 
 રીત: કુકર માં તેલ મૂકી વઘાર ની સામગ્રી થી વઘાર કરો. પીંચ હળદર મૂકી તેમાં લીલી ડુંગળી-લીલું લસણ, લીલું મરચું, ટમેટા સાંતળો. ત્યાર બાદ મેથી તેમાં ઉમેરી બરાબર સાંતળો.- નહીતો શાક કડવું લાગશે
ત્યાર બાદ રીંગણ ના પીસ ઉમેરી બાકીના બધાં મસાલા નાખી મિક્ષ કરો. 
જરા મસાલા સંતળાય એટલે ઉપરથી ચણાનો લોટ સ્પ્રીન્ક્લ કરો.
હલાવશો નહી.1/2 વાટકો પાણી ઉમેરી, ઢાંકણ બંધ કરી મીડીયમ તાપે ત્રણ સીટી વગાડો. 
શાક બની જાય પછી તેમાં ગરમ મસાલો અને લીંબુ નો રસ મિક્ષ કરો.
સર્વિંગ બાઉલ માં સર્વ કરતી વખતે કોથમરી થી ગાર્નીશ કરો.
ઉપરથી થોડું માખણ મુકો. 

        

Friday, 22 November 2013

HEALTHY AND SPAICY : - SOYA UPMA.(સોયા ઉપમા)

HEALTHY AND SPAICY : - SOYA UPMA.(સોયા ઉપમા)

1 કપ સોયા ગ્રેન્યુઅલ્સ

1/2 કપ જીણી સમારેલી ડુંગળી

1/2 કપ ખમણેલા  ગાજર

1ટે સ્પુન અડદ દાળ

1ટે સ્પુન આખું જીરું

1ટે સ્પુન ખમણેલું આદુ

1/4 ટી સ્પુન હિંગ

1થી2 નંગ સમારેલા મરચા

 2 ટે સ્પુન ઓઈલ

મીઠું સ્વાદ મુજબ

થોડી કોથમરી -ગાર્નીશીંગ માટે

રીત:
સોયા ગ્રેન્યુઅલ્સ ને 15 મીનીટસ પાણી માં પલાળો
ત્યાર બાદ તેમાંથી પાણી નીચોવી લો.
નોન સ્ટીક પેન માં તેલ ગરમ મૂકી તેમાં જીરું અને અડદ દાળ તેલ માં બદામી કરો.
ત્યાર બાદ તેમાં હિંગ, ડુંગળી, અને લીલા મરચા થોડા સાંતળો.
ત્યાર બાદ તેમાં ગાજર અને કોબીજ 3-4 મિનિટ સાંતળો.
સોયા ગ્રેન્યુઅલ્સ  ઉમેરી મિક્ષ કરો
મીઠું ઉમેરી મિક્ષ કરો.
સોયા ઉપમા સર્વિંગ ડીશ માં કોથમીર થી ગાર્નીશ કરી સર્વ કરો.

Thursday, 21 November 2013

HEALTHY WINTER DRINK-TANGY JUICE.



HEALTHY WINTER DRINK-TANGY JUICE.

2  મોસંબી 

1 નારંગી 

10-12 નંગ પાઇનેપલ ના નાના પીસ 

10-12 નંગ સફરજન ના નાના પીસ 

પિન્ચ  મરી પાવડર 

પિન્ચ  મીઠું 

પિન્ચ  ચાટ મસાલો 

ફુદીના પાન તથા મોસંબી ની રીંગ ગાર્નીશીંગ  માટે   

રીત: 
એક બાઉલ માં મોસંબી અને નારંગી નો જ્યુસ મિક્ષ કરો.
તેમાં પિન્ચ મીઠું ઉમેરી સર્વિંગ ગ્લાસ માં ભરો.
ગ્લાસ માં સફરજન - પાઈનેપલ ના પીસ ઉમેરો.
ઉપરથી ચાટ મસાલો - મરી પાવડર સ્પ્રીન્કલ કરો.
ગ્લાસ ની કિનાર પર મોસંબી ની રીંગ તથા ફૂદીના પાન વડે ગર્નીશ કરો.

Monday, 18 November 2013

HEALTHY QUICK RECIPE -જમરૂખ શરબત

HEALTHY QUICK RECIPE   -જમરૂખ શરબત

250 ગ્રામ જમરૂખ (જામફળ )

50 ગ્રામ ખાંડ

1 નંગ  લીંબુ નો રસ

500 મી.લી. પાણી- ઠંડુ.

મીઠું જરૂર મુજબ

1/2 ટે .સ્પુન મરી પાવડર

સંચર પાવડર -જરૂર મુજબ (ઓપ્શનલ )

રીત:
લાલ અથવા સફેદ પાકા જમરૂખ ના નાના પીસ કરો.
થોડું પાણી લઈને તેમાં પીસ ઉમેરી, બ્લેન્ડ અથવા ગ્રાઈન્ડ કરો.
તેમાં ખાંડ, મીઠું,મરી ,લીંબુ રસ, સંચર પાવડર અને બાકીનું પાણી ઉમેરી ફરી બ્લેન્ડ અથવા ગ્રાઈન્ડ કરી એકરસ કરો.
 ગ્લાસ માં ગાળીને ઉપર મરી પાવડર સ્પ્રીન્ક્લ કરીને સર્વ કરો.    

HEALTHY SWEET RECIPE- MIX CHIKKI-શીંગ-કોપરું -તલ મિક્ષ ચીકી

HEALTHY SWEET RECIPE- MIX CHIKKI

શીંગ-કોપરું -તલ મિક્ષ ચીકી

100ગ્રામ્સ શિન્ગદાના -શેકીને અધકચરા કરેલા

1ટે સ્પુન તલ શેકેલા

1ટે સ્પુન કોપરાનું ખમણ -થોડું શેકેલું

125ગ્રામ્સ ગોળ

રીત:
જાડા  બોટમ વાળા લોયા માં અથવા નોનસ્ટીક પેન માં ગોળ ગરમ થવા મુકો.
પાઈ બનાવો, પાઈ હલાવતા રહો.
વાટકા માં પાણી લઈ, પાઈ માંથી પાણી માં ટીપું પાડી, ચેક કરો કે ટીપું કડક થયું કે નહી.
ટીપું કડક થઈ જામી જાય તો પાઈ ચીકી માટે તૈયાર છે.ટીપું ઢીલું રહે તો પાઈ ફરી થોડી ગરમ કરી ફરી ચેક કરો.
ગેસ બંધ કરી પાઈ માં અધકચરા કરેલા શીંગ દાણા, તલ, કોપરાનું ખમણ મિક્ષ કરો
ચીકી ઢાળવાની  જગ્યાએ તથા વેલણ માં તેલ લગાવવું.
તેલ લગાવેલી જગ્યાએ મિક્ષ ચીકી મૂકી તેને વેલણ થી પાતળી વણો .
ગરમ હોય  ત્યારે જ પીઝા કટર થી ચીકીના સ્ક્વેર  પિસ   કાપો .
ઠરે એટલે એર ટાઈટ ડબ્બામાં ભરો.
જરૂર મુજબ સર્વ કરો.
      

HEALTHY SWEET RECIPE- ફરાળી- રાજગરાની ધાણી નો દૂધપાક


HEALTHY SWEET RECIPE- ફરાળી- રાજગરાની ધાણી નો દૂધપાક

3 ટે સ્પુન સાબુદાણા-સુકા

3 ટે સ્પુન રાજગરા ધાની

3 ટે સ્પુન ખાંડ

1 ટે સ્પુન ઘી

300મી.લી. દૂધ

8-10 નંગ પિસ્તાની કતરણ

4-5 નંગ એલચી પાવડર

રીત:
 જાડા બોટમ વાળા પેન માં દૂધ ગરમ મુકો.
દૂધ ગરમ થાય એટલે તેમાં 1થી દોઢ કલાક પાણીમાં પલાળીને નીતારેલા સાબુદાણા નાખો.
સાબુદાણા પાકી જાય એટલે દૂધ માં ઉપર આવી જશે.પાણી કલર ના થઈ જશે
ત્યાર બાદ તેમાં રાજગરાની ધાણી  ઉમેરી ઉકાળો.
 બરાબર ઉકળી ને દૂધ પાક જેવું ઘટ્ટ થઈ જાય એટલે તેમાં ખાંડ  ઉમેરી ફરી થોડું ઉકાળો.
સર્વિંગ બાઉલ  માં ટ્રાન્સફર કરી દૂધપાક માં એલચી પાવડર મિક્ષ કરો.
ઉપરથી પિસ્તાની કતરણ થી ગાર્નિશ  કરો.
રાજગરા ની ધાણી  હોવાથી થોડી બર્ન્ટ ફ્લેવર આવશે.  

HEALTHY SWEET RECIPE - RAJGRANI DHANI NO SHIRO

HEALTHY RECIPE - ફરાળી -રાજગરા ની ધાણી નો શીરો.

2 ટે સ્પુન ઘી

1 બાઉલ રાજગરાની ધાણી

1 બાઉલ દૂધ

4 ટે સ્પુન ખાંડ

1/2 ટે સ્પુન ઘી -ઉપરથી

4-5  એલચી નો પાવડર

6--7 બદામ ની કતરણ

રીત:-
જાડા બોટમ ના પેન માં ઘી મૂકી થોડું ગરમ થાય એટલે તેમાં રાજગરાની ધણી ઉમેરી જરા શેકી લો.
ત્યાર બાદ તેમાં દૂધ ઉમેરી મિક્ષ કરી ધીમા તાપે હલાવવું
એકદમ ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ ઉમેરી મિક્ષ કરી દો.
શીરા જેવી કન્સિસ્તન્સિ થાય એટલે ગેસ બંધ કરી 1/2 ટે.સ્પુન ઘી નાખી સહેજ હલાવો, જેથી શીરા માં શાઈનીગ આવશે.
તેમાં એલચી પાવડર મિક્ષ કરો
સર્વિંગ બાઉલ  માં ટ્રાન્સફર કરી બદામ ની કતરણ થી ગર્નીશ કરી સર્વ કરો. 

Saturday, 2 November 2013

HEALTHY QUICK TIPS: 5 TIPS

HEALTHY QUICK TIPS:

 ક્વિક ટીપ્સ :

  1. શેકલા જીરૂનો પાવડર બનાવવા માટે ગ્રાઈન્ડ  કરતી વખતે તેમાં થોડું મીઠું ઉમેરી ગ્રાઈન્ડ કરવા થી જલ્દી થી જીણો પાવડર બનશે.

2.એલચી દાણાનો પાવડર બનાવવા માટે ગ્રાઈન્ડ  કરતી વખતે તેમાં થોડી ખાંડ ઉમેરી ગ્રાઈન્ડ કરવા થી જલ્દી થી જીણો પાવડર બનશે.

3. ભરેલા શાક બનાવવા નો મસાલો મિક્ષ કરી તેમાં થોડું તેલ ઉમેરી ગ્રાઈન્ડ કરવા થી સરસ લચકા પડતો, સરળતાથી શાક માં ભરી શકાય  તેવો મસાલો બનશે.

4.લસણ ની ચટણી બનાવવા માટે સૌ પ્રથમ લસણ, તેલ,અને મીઠું મિક્ષ કરી, ગ્રાઈન્ડ કરી જરૂર મુજબ લાલ મરચું પાવડર ઉમેરી ફરી થી ગ્રાઈન્ડ કરવાથી સરસ ચમકતી લચકા જેવી ચટણી બનશે. ડ્રાય થશે નહી, તેના ઉપયોગ  થી સરસ કલર આવશે.

5. મગ, મગદાળ,ચણાદાળ, પૌઆ વિ. ને ડબ્બા માં ભરી તેમાં 10-15 આખા લવિંગ મિક્ષ કરવાથી બગડશે નહી.    











HEALTHY AND SPICY RECIPE: BESAN NI SEV.

HEALTHY AND SPICY RECIPE: BESAN NI SEV.

 બેસન ની સેવ

800 ગ્રામ બેસન

4 ટે સ્પુન તેલ (મોણ માટે )

1 ટી. સ્પુન હિંગ

1 ટી. સ્પુન સંચળ પાવડર

11/2 ટે. સ્પુન મીઠું

1ટે સ્પુન હળદર

રીત :

બેસન  ચાળી  લો. તેમાં  મોણ  અને હિંગ મિક્ષ કરો.
પાણી માં મીઠું અને સંચળ ઓગળીને તેનાથી લોટ બાંધો.
સંચા માંથી સહેલાઈથી સેવ પડે તેવો સુવાળો લોટ બાંધો.
લોયા માં તેલ બરાબર તળવા જેવું ગરમ થઈ જાય એટલે તેમાં રાઉન્ડ માં સેવ પાડો.
જેવી સેવ પાડવી હોય તેવી જાળી સંચા માં ફીટ કરો.
સેવ બંને બાજુ ફેરવીને તળો.
ઠરે એટલે ડબ્બા માં પોલિથિન પેક કરી સેવ મુકો.
ચાટ મસાલો સ્પ્રીન્કલ  કરી સર્વ કરો.  

Friday, 1 November 2013

Diwali Poojan Timing - Laxmi Pooja Shubh Timing

રવિવાર તા 3-11-2013, ના દિવસે અમાસ છે. આ અમાસ પ્રદોષકાળ છે. આથી લક્ષ્મીપૂજન માટે શ્રેષ્ઠ છે.

સામાન્ય મુહુર્ત     :   સવારે 8:05 થી 9:30 કલાક
શ્રેષ્ઠ મુહુર્ત           :  સવારે 10:45 થી 12:15 કલાક
ઉત્તમ મુહુર્ત          :   બપોરે 13:49 થી15:10 કલાક
શ્રેષ્ઠ મુહુર્ત            :  સાંજે  18:00 થી 18:21 કલાક
પૂજન કરી શકાય  :  રાત્રે 19:00 થી 21:00 કલાક

HEALTHY SWEET AND QUICK RECIPE: THABADI.

HEALTHY SWEET AND QUICK RECIPE :  

 થાબડી(કીટું -બગરું  ની).

250 ગ્રામ્સ બગરું
(દૂધ ની મલાઈ માંથી ઘી બનાવ્યા બાદ, ઘી ગાળ્યા પછી ગળણીમાં બાકી રહેતું બગરું).

2 ટે. સ્પુન જીણી ખાંડ

4 ટે સ્પુન હુંફાળું  દૂધ

1 ટે સ્પુન કાજુ-પીસ્તા ની કતરણ

1/2 ટી સ્પુન એલચી પાવડર

રીત:
સૌ પ્રથમ ઘી નું બગરું અધકચરું ગ્રાઈન્ડ કરી લેવું.
જાડા બોટમ વાળા પેન માં દુધ ગરમ કરી તેમાં ખાંડ અને બગરું  ઉમેરી મિક્ષ કરી ધીમો તાપ રાખી હલાવો.   બગરું લચકા પડતું થવા માંડે એટલે તેમાં એલચી પાવડર તથા થોડી ડ્રાય ફ્રુટ કતરણ ઉમેરી મિક્ષ કરી હલાવો.
થાબડી જેવો કલર થઈ જાય ત્યાં સુધી હલાવો. ગેસ બંધ કરો.
તેને બાકીની ડ્રાય ફ્રુટ કતરણ થી ગાર્નીશ  કરી સર્વ કરો.
અથવા પેડાં વાળી ગર્નીશ કરી ઠંડા કે ગરમ સર્વ કરો.