Monday, 21 October 2013

Healty and Sweet Recipe : મોહનથાળ ( Mohanthal )

હેલ્ધી એંડ સ્વીટ રેસીપી :  દિવાળી સ્પેશિઅલ  સ્વીટ  

મોહનથાળ: With perfect recipe

1,1/2  વાટકો ચના નો લોટ

1,1'2  વાટકો ઘી.

ધ્રાબા માટે:

3  ચમચા દૂધ + 3 ચમચા ઘી.

ચાસણી   માંટે:

1 વાટકો ખાંડ + ખાંડ ડૂબે તેટલું જ પાણી.

દૂધ  ની મલાઈ   1.1/2  ચમચા.

1.1/2 ચમચી એલચી પાવડર

કેશર 10-15 તાતણાં દૂધ માં ઓગળેલા

કાજુ-પીસ્તા કતરણ ગર્નીશિંગ માટે.

રીત:  ચણા  નાં  લોટ માં ધાબો મિક્ષ કરી અર્ધી  કલાક ઢાંકી રાખો.
ત્યાર બાદ જાડા બોટમ વાળા લોયામાં ઘી મૂકી બદામી જે વો થાય ત્યાં સુધી શેકો.
શેકાય જાય એટલે તેમાં મલાઈ નાખીને મલાઈ ફૂટી જાય ત્યાં સુધી હલાવો અને ફ્લેઈમ બંધ કરો.
ઠરવા દો .
પાણી ગરમ કરી ખાંડ  ઉમેરી ત્રણ તાર ની ચાસની બનાવો.ઠરવા દો .
ઠરેલા લોટ  માં એલચી પાવડર તથા કેશર વાળું દૂધ નાખી હલાવો

ત્યાર બાદ તેમાં ચાસની ઉમેરી હલાવી બરાબર મિક્ષ કરો.
ગ્રીસ કરેલી થાળી માં પાથરો . તાવીથા  વડે બરાબર દબાવી દો .
ઉપરથી કાજુ પીસ્તા કતરણ સ્પ્રેડ કરી ફરી  તાવીથા  વડે બરાબર દબાવી દો .
ઉપરથી ચારોળી પણ સ્પ્રેડ કરી ફરી  તાવીથા  વડે બરાબર દબાવી દો .
 ચપ્પુ   વડે સ્ક્વેર કરો.
ઠરે એટલે ડબ્બામાં ભરી લો.








No comments:

Post a Comment