Healthy butter milk powder.
છાશ ચૂર્ણ:
100 ગ્રામ અજમા
100 ગ્રામ સુવાદાના
25 ગ્રામ સુંઠ ના નાના ટુકડા
15 ગ્રામ હિંગ
5 ગ્રામ સંચળ
રીત:
સૌ પ્રથમ સંચળ ને એક મોટા બાઉલ માં લો. તેમાં માત્ર એટલું જ પાણી નાખો જેનાથી અજમા, સુવાદાના અને સુંઠ ના ટુકડા બધું સંચળ ના પાણી થી પલળે,સાથે તેમાં હિંગ નાખી મિક્ષ કરવું.
અજમા, સુવાદાના અને સુંઠ ના ટુકડા ને સંચળ અને હિંગ વાળા પાણીમાં ઉમેરી બરાબર હલાવી 1 કલાક રાખો. ત્યાર બાદ તડકામાં સૂકવો.
સુકાઈ જાય એટલે શેકી લો.
ઠરે એટલે ચૂર્ણ બનાવી લો. જરૂર લાગે તો મીઠું ઉમેરો.
છાશ ચૂર્ણ જરૂર મુજબ છાશ માં નાખી પીવો.
No comments:
Post a Comment