Sunday, 27 October 2013

HEALTHY AND SPICY RECIPE:KHAKHRA




  હેલ્ધી એન્ડ સ્પાઈસી રેસીપી. 

 મેથી ના ખાખરા.

100 ગ્રામ ઘઉં નો લોટ.

50 ગ્રામ મેથી ની ભાજી.

2 ટી સ્પુન તેલ.

મીઠું સ્વાદ પ્રમાણે.

રીત:
લોટ માં મોણ તથા મીઠું મિક્ષ કરો.
મેથી ના પાન ધોઈને જીણા સમારી લોટ માં મિક્ષ કરો.
જરૂર મુજબ પાણી નાખી રોટલી જેવો લોટ બાંધો .
બરાબર 2-3 મિનીટ મસળી, 1 કલાક ઢાંકી રાખો.
ત્યારબાદ તેલ વાળો હાથ કરી લોટ ને મસળી સુવાળો બનાવો.
તેમાંથી 10 લુવા બનાવો.
પાતળી રોટલી વણો.
આ રોટલી ને પહેલા જરા -તરા બન્ને બાજુ શેકી લેવી. 
ફરી વખત કપડા થી ને ગુલાબી થાય ત્યાં સુધી શેકવી,
આરીતે  બધા ખાખરા તૈયાર કરી લેવા . 

વેરીએશન : ખાખરા નો લોટ બાંધતી વખતે તેમાં વિવિધ મસાલા નાખીને વિવિધ ફ્લેવર વાળા ખાખરા બનાવી શકાય.
દા.ત. જીરું-અજમા, લસણ, પાણીપુરી મસાલા વાળા, પિત્ઝા મસાલા વાળા વિગેરે...... 


No comments:

Post a Comment