Sunday, 20 October 2013

Healthy and Sweet Recipe : ઘઉં ના ફાડા નો દૂધપાક ( Ghau na fada no Dudhpak )

હેલ્ધી એન્ડ સ્વીટ રેસીપી:

ઘઉં ના ફાડા નો દૂધપાક :

1 લીટર દૂધ.
1/2 વાડકી ઘઉંના ફાડા
200 ગ્રા. ખાંડ.
3/4 ચમચી એલચી પાવડર.
1/4 ચમચી જાયફળ પાવડર
2 ચમચી ચારોળી.
7-8 નંગ બદામની કતરણ
7-8 નંગ પીસ્તા કતરણ

રીત: ફાડા  ને ઘી માં શેકી1,1/2 વાડકી પાણી મૂકી પ્રેશર કુક કરો.
દૂધ ઉકાળવા મુકવું.
થોડીવાર ઉકળે એટલે તેમાં ફાડા  ઉમેરી હલાવો.
ત્યાર બાદ તેમાં ખાંડ નાખી ધીમા તાપે ઉકાળો.
તેમાં  એલચી પાવડર,જાયફળ પાવડર ચારોળી નાખી મિક્ષ કરો.
ત્યાર બાદ તેમાંબદામની કતરણ,પીસ્તા કતરણ ઉમેરી હલાવી ગેસ બંધ કરો.
દૂધ પાક ઠંડો અથવા ગરમ પીરસો.
ચોખાના દૂધ પાક કરતા ઘઉના ફાળા નો દૂધ પાક પૌષ્ટિક  છે. 

No comments:

Post a Comment