Friday, 25 October 2013

HEALTHY AND SWEET RECIPE:MAGAJ



હેલ્ધી એન્ડ સ્વીટ  રેસીપી:

મગજ

1 વાટકો  ચણાનો લોટ

3/4 વાટકો ખાંડ - દળેલી

3/4 વાટકો ઘી

1/4 વાટકી ઘી + દૂધ ધ્રાબા-મોણ માટે

1ચમચો કાજુ નો અધકચરો ભૂકો

8-10 તાંતણા કેશર ના દૂધ માં ઘોળેલા

4-5 એલચી નો પાવડર

રીત :
ચણા ના લોટ ને પહેલા ચાળી લો,ત્યાર બાદ ધ્રાબો દઈ અર્ધી કલાક બાઉલ  માં હલકા હાથે દબાવી ઢાંકી રાખો
જાડા બોટમ ના લોયા માં ઘી ગરમ મૂકી તેમાં લોટ નો કલર બદલે ત્યાં સુધી શેકો.
સહેજ ઠરે એટલે તેમાં કાજુ નો ભૂકો એલચી પાવડર અને કેશરવાળું  દૂધ મિક્ષ કરો.
બરાબર ઠરે એટલે તેમાં ખાંડ મિક્ષ કરો.
તેમાંથી ગોળા વાળી ગ્રીસ કરેલી થાળી માં ગોઠવો.
ઠરે એટલે ડબ્બા માં ભરવા.
મગજ ની લાડુડી પ્રસાદ અને નાસ્તા માટે ની સ્વીટ તરીકે પણ સર્વ કરો.













No comments:

Post a Comment