HEALTHY AND SWEET RECIPE:
ફરાળી મફિન્સ :
1/2 વાટકો મોરિયા નો લોટ- થોડો શેકી લેવો
1/2 વાટકો ઘી.
1/2 વાટકો ખાંડ પાવડર
1/2 વાટકો દહી.
1/2 વાટકો દૂધ.
1/2 વાટકો મિલ્ક પાવડર.
1/2 ટી સ્પુન બેકિંગ પાવડર.
1/4 ટી સ્પુન સોડા બાઈકાર્બ
વેનીલા એસેન્સ 10-12 ટીપા,કાજુ ગાર્નીશીંગ માટે.
1ચમચો દળેલી ખાંડ .
રીત:
દૂધ માં દહીં, ઘી,ખાંડ, બેકિંગ પાવડર,સોડા બાઈકાર્બ મિક્ષ કરો.
સતત ફીણો અને તેમાં મોરિયા નો લોટ,મિલ્ક પાવડર, વેનીલા એસેન્સ ઉમેરી બરાબર મિક્ષ કરો.
ડસ્તીંગ કરેલ મફિન્સ મોલ્ડ મિશ્રણ વડે અર્ધું ભરો.
દરેક મોલ્ડ માં ઉપર 1-1 કાજુ વડે ગાર્નીશ કરો.
ત્યાર બાદ પ્રી હીટેડ ઓવન માં 140સે. પર 30 મિનીટ બેક કરો.
ઠરે પછી ડીમોલ્ડ કરો.
સર્વિંગ ટ્રે માં સર્વ કરી, તેના પર, ગળણી માં દળેલી ખાંડ નાખી મફિન્સ પર છાંટવી .
No comments:
Post a Comment