Thursday, 31 October 2013

HEALTHY SPICY MENDA MASALA PURI.

ફરસી પૂરી (મેંદા ની પૂરી ). મેંદા મસાલા પૂરી

1 kg  મેંદો

1 ટે. સ્પુન અજમા અધકચરા ખાંડેલા

1ટે.  સ્પુન જીરું  અધકચરું ખાંડેલું

1ટે. સ્પુન મરી પાવડર

1/2 ટે. સ્પુન હિંગ

250 મી. લી. ગ્રામ મોણ માટે તેલ

3 ચમચા દૂધ + પાણી લોટ બાંધવા માટે-જરૂર મુજબ

મીઠું સ્વાદ મુજબ

પૂરી પર સ્પ્રીન્કલ કરવા માટે:

2 ટે. સ્પુન ચાટ મસાલો+ 2 ટે. સ્પુન લાલ મરચું પાવડર.

મેંદા ના લોટ માં મરી, હિંગ, અજમા-જીરું પાવડર મિક્ષ કરો.
તેલ ગરમ કરી મેંદા માં  બરાબર  મિક્ષ કરો.
લોટ ને દબાવીને 15 મિનીટ ઢાંકી રાખો
સ્વાદ મુજબ મીઠું લઈ તેમાં થોડું પાણી નાખી ઓગાળો.
તે પાણી લોટ માં ઉમેરો.
બાકી ના લોટ બાંધવાના પાણી માં દૂધ ઉમેરી મિક્ષ કરી તેના થી લોટ બંધો.
પરોઠા કરતા સહેજ કઠણ લોટ બાંધો  .
બધા લોટ માંથી 10 મોટા લુવા કરો. દરેક ને વણી રોલ વાળી ચપ્પુ થી કાપી લુવા બનાવો.
લુવો સહેજ દબાવી નાની પુરીઓ બનાવો.
તેલ માં કડક બદામી તળો.
મસાલો મિક્ષ કરી પૂરી પર સ્પ્રીન્ક્લ કરી નાસ્તા માટે સર્વ કરો.
 
 



Sunday, 27 October 2013

HEALTHY AND SPICY RECIPE:KHAKHRA




  હેલ્ધી એન્ડ સ્પાઈસી રેસીપી. 

 મેથી ના ખાખરા.

100 ગ્રામ ઘઉં નો લોટ.

50 ગ્રામ મેથી ની ભાજી.

2 ટી સ્પુન તેલ.

મીઠું સ્વાદ પ્રમાણે.

રીત:
લોટ માં મોણ તથા મીઠું મિક્ષ કરો.
મેથી ના પાન ધોઈને જીણા સમારી લોટ માં મિક્ષ કરો.
જરૂર મુજબ પાણી નાખી રોટલી જેવો લોટ બાંધો .
બરાબર 2-3 મિનીટ મસળી, 1 કલાક ઢાંકી રાખો.
ત્યારબાદ તેલ વાળો હાથ કરી લોટ ને મસળી સુવાળો બનાવો.
તેમાંથી 10 લુવા બનાવો.
પાતળી રોટલી વણો.
આ રોટલી ને પહેલા જરા -તરા બન્ને બાજુ શેકી લેવી. 
ફરી વખત કપડા થી ને ગુલાબી થાય ત્યાં સુધી શેકવી,
આરીતે  બધા ખાખરા તૈયાર કરી લેવા . 

વેરીએશન : ખાખરા નો લોટ બાંધતી વખતે તેમાં વિવિધ મસાલા નાખીને વિવિધ ફ્લેવર વાળા ખાખરા બનાવી શકાય.
દા.ત. જીરું-અજમા, લસણ, પાણીપુરી મસાલા વાળા, પિત્ઝા મસાલા વાળા વિગેરે...... 


Saturday, 26 October 2013

HEALTHY AND SWEET : AAMBLA SIRAP.

હેલ્ધી એન્ડ સ્વીટ .......

આંબળા  સીરપ

1 કિલો આંબળા

1 કિલો ખાંડ

100 ગ્રામ આદુ

રીત:
આંબળા  નો રસ કાઢો.
આદુ  નો રસ કાઢો।
ખાંડ ની કડક ચાસણી બનાવો
ચાસની ઠરે એટલે બન્ને રસ ચાસની માં મિક્ષ કરો.
બરાબર હલાવી, ફરી મિક્ષ કરી સીરપ બોટલ માં ભરી ફ્રીઝ માં રાખો.
ગ્લાસ માં સીરપ અને પાણી મિક્ષ કરી આંબળા નું શરબત બનાવી સર્વ કરો.
આ શરબત ઔષધિય ગુણો ધરાવે છે.    

Friday, 25 October 2013

HEALTHY AND SWEET RECIPE:MAGAJ



હેલ્ધી એન્ડ સ્વીટ  રેસીપી:

મગજ

1 વાટકો  ચણાનો લોટ

3/4 વાટકો ખાંડ - દળેલી

3/4 વાટકો ઘી

1/4 વાટકી ઘી + દૂધ ધ્રાબા-મોણ માટે

1ચમચો કાજુ નો અધકચરો ભૂકો

8-10 તાંતણા કેશર ના દૂધ માં ઘોળેલા

4-5 એલચી નો પાવડર

રીત :
ચણા ના લોટ ને પહેલા ચાળી લો,ત્યાર બાદ ધ્રાબો દઈ અર્ધી કલાક બાઉલ  માં હલકા હાથે દબાવી ઢાંકી રાખો
જાડા બોટમ ના લોયા માં ઘી ગરમ મૂકી તેમાં લોટ નો કલર બદલે ત્યાં સુધી શેકો.
સહેજ ઠરે એટલે તેમાં કાજુ નો ભૂકો એલચી પાવડર અને કેશરવાળું  દૂધ મિક્ષ કરો.
બરાબર ઠરે એટલે તેમાં ખાંડ મિક્ષ કરો.
તેમાંથી ગોળા વાળી ગ્રીસ કરેલી થાળી માં ગોઠવો.
ઠરે એટલે ડબ્બા માં ભરવા.
મગજ ની લાડુડી પ્રસાદ અને નાસ્તા માટે ની સ્વીટ તરીકે પણ સર્વ કરો.













Wednesday, 23 October 2013

Healthy and spicy : ફાફડા ગાંઠિયા fafada ganthiya

Healthy and spicy..    fafada ganthiya


ફાફડા ગાંઠિયા: 

2 કપ ચના નો લોટ

1/4 કપ તેલ

1/2 કપ પાણી

1  ટી સ્પુન મીઠું શેકેલું

1/4  ટી  સ્પુન ખારો શેકેલો

 1 ટી  સ્પુન હિંગ

1/2 ટી સ્પુન મરી પાવડર +1/2 ટી સ્પુન હિંગ ગાંઠિયા ઉપર છાંટવા

રીત:
પાણી સાથે તેલ મિક્ષ કરી તેમાં ખારો - મીઠું બન્ને શેકીને મિક્ષ કરવા.
બ્લેન્ડર થી મિક્ષ કરવું. વ્હાઈટ લીક્વીડ થશે.
તેમાં 1 ટી  સ્પુન હિંગ ઉમેરી હલાવી લેવું.
તેમાં ચણા નો લોટ ઉમેરી લોટ બાંધો. લોટ હાથ માં લઈ ગોળો વળતા હાથમાં ચોંટે નહી તેવો લોટ બાંધવો.
તેલ ગરમ થાય એટલે લોયા પર તેલ થી ગ્રીસ કરેલ જારો મુકો.
લોટ નો ગોળો વાળી હાથ થી ગોળા ને જારા પર  દબાવી ફાફડા ગાંઠિયા પાડો.
બરાબર તલાઇને તેલ માં ઉપર આવે એટલે ડીશ માં કાઢી ઉપર હિંગ અને મરી છાંટી સર્વ કરો.    

Healthy Sweet : લો ફેટ ફરાળી હલવો ( Low Fat Farali Halvo )


Healthy Sweet...    લો ફેટ ફરાળી હલવો

1 કપ આરાલોટ. 

3/4 કપ ખાંડ 

3 કપ પાણી. 

1 ચમચો ઘી. 

3/4 કપ ડ્રાયફ્રૂટ કતરણ 

1 ચમચા ચાસણી માં ઓગળેલું 10-12 તાંતણા કેશર. 

1ચમચી એલચી પાવડર. 

રીત: જાડા બોટમ ના લોયા માં લોટ લઈ તેમાં પાણી નાખી મિક્ષ કરો. 
ગેસ ચાલુ કરી સતત હલાવો. જેથી લમ્સ ન પડે.
ટ્રાન્સપ રન્ટ પેસ્ટ જેવું થાય એટલે તેમાં 1ચમચી કેશર ની ચાસણી , 3-4 ચમચી ડ્રાયફ્રૂટ કતરણ, એલચી પાવડર નાખી ગેસ પર જ મિક્ષ કરવા હલાવો.
તેમાં 1-2 ચમચી ઘી નાખી ફરી ગેસ પર જ હલાવી લો. જેથી હલવા માં શાઈનીગ આવશે.  
ચકતા પડે તેવું ઘટ્ટ કરો.ઘી થી ગ્રીસ કરેલી થાળી માં પાથરો . ઘી લગાડેલી ચમચી થી લેવલ લીસું કરો. 
તે ના પર કેશર વળી ચાસણી  નું એકદમ પાતળું લેયર કરો. 
તેના પર થોડો એલચી પાવડર,ડ્રાયફ્રૂટ કતરણ સ્પ્રેડ કરો. 
સહેજ દબાવી લો.
રૂમ ટેમ્પરેચર પર ઠંડું પડે એટલે નાના ચકતા પાડો.


Cooking Tips : છાશ ચૂર્ણ (Healthy butter milk powder)


Healthy butter milk powder.

છાશ ચૂર્ણ:

100 ગ્રામ અજમા

100 ગ્રામ સુવાદાના

25 ગ્રામ સુંઠ ના નાના ટુકડા

15 ગ્રામ હિંગ

 5 ગ્રામ સંચળ

રીત:

સૌ પ્રથમ સંચળ ને એક મોટા બાઉલ માં લો. તેમાં માત્ર એટલું જ પાણી નાખો જેનાથી અજમા, સુવાદાના અને સુંઠ ના ટુકડા બધું સંચળ ના પાણી થી પલળે,સાથે તેમાં હિંગ નાખી મિક્ષ કરવું.
અજમા, સુવાદાના અને સુંઠ ના ટુકડા ને સંચળ અને હિંગ વાળા પાણીમાં ઉમેરી બરાબર હલાવી 1 કલાક રાખો. ત્યાર બાદ તડકામાં સૂકવો.
સુકાઈ જાય એટલે શેકી લો.
ઠરે એટલે ચૂર્ણ બનાવી લો. જરૂર લાગે તો મીઠું ઉમેરો.
છાશ ચૂર્ણ જરૂર મુજબ છાશ માં નાખી પીવો.
                

Tuesday, 22 October 2013

HEALTHY AND SWEET RECIPE: ફરાળી મફિન્સ ( Farali Muffins )


HEALTHY AND SWEET RECIPE:

ફરાળી મફિન્સ :

1/2 વાટકો મોરિયા નો લોટ- થોડો  શેકી લેવો

1/2 વાટકો ઘી.

1/2 વાટકો ખાંડ પાવડર

1/2 વાટકો દહી.

1/2 વાટકો દૂધ.

1/2 વાટકો મિલ્ક પાવડર.

1/2 ટી સ્પુન બેકિંગ પાવડર.

1/4 ટી  સ્પુન સોડા બાઈકાર્બ

વેનીલા એસેન્સ 10-12 ટીપા,કાજુ ગાર્નીશીંગ   માટે.

1ચમચો દળેલી ખાંડ .

રીત:

દૂધ માં દહીં, ઘી,ખાંડ, બેકિંગ પાવડર,સોડા બાઈકાર્બ મિક્ષ કરો.
સતત ફીણો અને તેમાં મોરિયા નો લોટ,મિલ્ક પાવડર, વેનીલા એસેન્સ ઉમેરી બરાબર મિક્ષ કરો.
ડસ્તીંગ  કરેલ મફિન્સ મોલ્ડ મિશ્રણ વડે અર્ધું ભરો.
દરેક મોલ્ડ માં ઉપર 1-1 કાજુ વડે ગાર્નીશ કરો.
ત્યાર  બાદ પ્રી હીટેડ ઓવન માં 140સે. પર 30 મિનીટ બેક કરો.
ઠરે પછી ડીમોલ્ડ કરો.
સર્વિંગ ટ્રે  માં સર્વ કરી, તેના પર, ગળણી માં  દળેલી  ખાંડ નાખી મફિન્સ  પર છાંટવી .
   

Monday, 21 October 2013

Healty and Sweet Recipe : મોહનથાળ ( Mohanthal )

હેલ્ધી એંડ સ્વીટ રેસીપી :  દિવાળી સ્પેશિઅલ  સ્વીટ  

મોહનથાળ: With perfect recipe

1,1/2  વાટકો ચના નો લોટ

1,1'2  વાટકો ઘી.

ધ્રાબા માટે:

3  ચમચા દૂધ + 3 ચમચા ઘી.

ચાસણી   માંટે:

1 વાટકો ખાંડ + ખાંડ ડૂબે તેટલું જ પાણી.

દૂધ  ની મલાઈ   1.1/2  ચમચા.

1.1/2 ચમચી એલચી પાવડર

કેશર 10-15 તાતણાં દૂધ માં ઓગળેલા

કાજુ-પીસ્તા કતરણ ગર્નીશિંગ માટે.

રીત:  ચણા  નાં  લોટ માં ધાબો મિક્ષ કરી અર્ધી  કલાક ઢાંકી રાખો.
ત્યાર બાદ જાડા બોટમ વાળા લોયામાં ઘી મૂકી બદામી જે વો થાય ત્યાં સુધી શેકો.
શેકાય જાય એટલે તેમાં મલાઈ નાખીને મલાઈ ફૂટી જાય ત્યાં સુધી હલાવો અને ફ્લેઈમ બંધ કરો.
ઠરવા દો .
પાણી ગરમ કરી ખાંડ  ઉમેરી ત્રણ તાર ની ચાસની બનાવો.ઠરવા દો .
ઠરેલા લોટ  માં એલચી પાવડર તથા કેશર વાળું દૂધ નાખી હલાવો

ત્યાર બાદ તેમાં ચાસની ઉમેરી હલાવી બરાબર મિક્ષ કરો.
ગ્રીસ કરેલી થાળી માં પાથરો . તાવીથા  વડે બરાબર દબાવી દો .
ઉપરથી કાજુ પીસ્તા કતરણ સ્પ્રેડ કરી ફરી  તાવીથા  વડે બરાબર દબાવી દો .
ઉપરથી ચારોળી પણ સ્પ્રેડ કરી ફરી  તાવીથા  વડે બરાબર દબાવી દો .
 ચપ્પુ   વડે સ્ક્વેર કરો.
ઠરે એટલે ડબ્બામાં ભરી લો.








Cooking Tips 7

ટીપ્સ : Healthy......

 ભરેલા કરેલા નું શાક બનાવતી વખતે તેમાં બાફેલા શક્કરીયા સ્મેશ કરી તેમાં મસાલો કરી કરેલા ભરો.

ભરેલા શાક  બનાવતી વખતે સેવ-મમરા ગ્રાઇન્દ કરી,તેમાં  મસાલો  કરી શાકભારવાથી શાક સ્વાદિષ્ટ બનશે

ગ્રેવી સ્ટોર કરવા માટે ગ્રેવીને આઈસ ક્યુબ ટ્રેમાં ભરી તેને ફ્રીઝર માં રાખી  આઈસ બનાવી, ગ્રેવી ના આઈસ ક્યુબ ને ઝીપ લોક બેગ માં ભરી ફ્રીઝર માં રાખો. જરૂર મુજબ ઉપયોગ કરો.

બ્રેડ કાપવા માટે શાર્પ ચપ્પુ ગરમ કરી બ્રેડ કાપવા થી ક્રમ્બ્સ થશે  નહી અને બ્રેડ સરસ કપાશે.

જાડા પૌઆ ને પાણીમાં પલાળી ગ્રાઈન્ડ કરી થીકનર તરીકે ઉપયોગ કરો.   

Sunday, 20 October 2013

Healthy and Sweet Recipe : ઘઉં ના ફાડા નો દૂધપાક ( Ghau na fada no Dudhpak )

હેલ્ધી એન્ડ સ્વીટ રેસીપી:

ઘઉં ના ફાડા નો દૂધપાક :

1 લીટર દૂધ.
1/2 વાડકી ઘઉંના ફાડા
200 ગ્રા. ખાંડ.
3/4 ચમચી એલચી પાવડર.
1/4 ચમચી જાયફળ પાવડર
2 ચમચી ચારોળી.
7-8 નંગ બદામની કતરણ
7-8 નંગ પીસ્તા કતરણ

રીત: ફાડા  ને ઘી માં શેકી1,1/2 વાડકી પાણી મૂકી પ્રેશર કુક કરો.
દૂધ ઉકાળવા મુકવું.
થોડીવાર ઉકળે એટલે તેમાં ફાડા  ઉમેરી હલાવો.
ત્યાર બાદ તેમાં ખાંડ નાખી ધીમા તાપે ઉકાળો.
તેમાં  એલચી પાવડર,જાયફળ પાવડર ચારોળી નાખી મિક્ષ કરો.
ત્યાર બાદ તેમાંબદામની કતરણ,પીસ્તા કતરણ ઉમેરી હલાવી ગેસ બંધ કરો.
દૂધ પાક ઠંડો અથવા ગરમ પીરસો.
ચોખાના દૂધ પાક કરતા ઘઉના ફાળા નો દૂધ પાક પૌષ્ટિક  છે. 

Saturday, 19 October 2013

Healthy and spicy : ચાઈનીઝ પરોઠા ( Chinese Parotha )

Healthy and spicy:
ચાઈનીઝ પરોઠા: 

1/2  કપ  મેંદો.
1/2  કપ ઘઉં નો  જીણો  લોટ.
2 ચમચા તેલ      
મીઠું   જરૂર મુજબ

સ્ટફિંગ:
2 ચમચા બારીક ખમણેલી  કોબી.
1 ચમચો  બારીકખમણેલી  ડુંગળી
1  ચમચો બારીક ખમણેલું ગાજર.
1 ચમચો બારીક કાપે લુ કેપ્સીકમ
1ચમચી બારીક કાપેલી ફંસી.
1 ચમચો નુડલ્સ.
1ચમચો સોયા તેલ.
1 ચમચી વિનેગર.
2 ચમચી ચીલી સોસ.
1 ચમચી આજીનોમોટો, મીઠું જરૂર મુજબ.

રીત: પરાઠાની  સામગ્રી મિક્ષ કરી પરાઠા નો લોટ બંધો.
તેમાંથી રોટલી વણો
સ્ટફિંગ માટે નું તેલ ગરમ મુકો.
તેમાં બધા વેજીટેબલ સાંતળો.
તેમાં મીઠું તથા આજીનોમોટો નાખી મિક્ષ કરો
તેમાં વિનેગર અને ચીલી સોસ મિક્ષ કરો.
બાકીની  બધી સામગ્રી તેમાં નાખી મિક્ષ કરો.
એક રોટલી પર સ્ટફિંગ સ્પ્રેડ કરી, બીજી રોટલી ઉપર મૂકી હલકા હાથે સહેજ થેપો.
રોટલી ની કિનાર કાંટા ચમચી થી પ્રેસ કરો.
તવી માં તેલ થી બદામી શેકો.
ચાઇનીઝ પરોઠા ગરમ ગરમ પીરસો.

Friday, 18 October 2013

Cooking Tips 8

ટીપ્સ:

કરકરા  ભજીયા  બનાવવા માટે તમે પકોડા ના લોટ માં થોડો બ્રેડ નો પાવડર ઉમેરી મિક્ષ કરી પકોડા તળો.

જો કટલેટ  બનાવવાનું બટેટાનું મિક્ષ્રર ઢીલું થઈ ગયું હોઈ તો તેમાં થોડા બ્રેડ ક્રમબ મિક્ષ કરી કટલેટ ને શેઈપ આપો.

જો તમે ભરેલા રીંગણ, karela, બટેટા કે બીજા કોઈ ભરેલા શાકભાજી બનાવવા માંગતા હો તો તેમાં થોડા બ્રેડ ક્રમબ મિક્ષ કરી શાક ભરો.તેમ કરવાથી ટેસ્ટી વેજીટેબલ ડીશ બનશે।

 રવા ના બદલે  બ્રેડ ક્રમબ નો ઉપયોગ કરી શીરો બનાવો,ડ્રાય ફ્રુટ એલચી ઉમેરી સ્વિટ ડીશ બનાવો  

DUDH PAUHE: Special For SHARAD PURNIMA

DUDH PAUHE:  Sp.  For SHARAD PURNIMA.

Healthy and Sweet Recipe: This recipe is very famous for SHARAD PURNIMA. It is very useful for health also.

1 and 1/2 litter Milk.

2 tb Milk Powder.

2 tb. Corn Flour.

½ tb Cardamom Powder.

5 to 6 tb Sugar.

80 Grams. Pauhe.

1 tb. Pistachios roughly chopped.

8-10 nos. almonds roughly chopped.

Wash than Soak Pauhe for 15 minutes.
Boil milk in a thick bottomed vessel.
Dilute corn floor and milk powder in 5 to 6 tb water.
Pour in boiling milk, then boil on lower flame and simmer till thick. Add sugar.
Mix well.
Then add soak Pauhe, Cardamom Powder, Pistachios and almonds roughly chopped.
Remove from heat.
Cool on a bed of ice or you can serve when it comes at room temperature cool DUDH PAUHE.
Put this DUDH PAUHE in Moon Light for 1- 2 hours for batter result.

Garnish with some pistachios slivers.